મોડાસા,16 ફેબ્રુઆરી : બાયડ,તક્ષશિલા વિદ્યાલય અવિરત શિક્ષણ સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસએ જ હેતુસર વિદ્યાર્થીઓને વિવિધ તાલીમો અપાય છે.તે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની રમાયેલી એથલેટિક રમતોમાં 100 મીટર દોડમાં ગુજરાતી માધ્યમની ધોરણ 6 ની વિદ્યાર્થીની ડામોર કાવ્યાની વીરસીંગભાઇ જેવો એ આ દોડમાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું છે.તે બદલ સંસ્થાના આદ્ય સ્થાપક અતુલ પટેલ તેમજ ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીની ને અભિનંદન પાઠવી બિરદાવી હતી.
