


ગોધરા 26નવેમ્બર (હિ. સ.) આજ રોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા ના મહેંદી બંગલો ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવા માં આવેલ જેમાં ધોધમાર વરસાદ ની વચ્ચે પણ મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા,આજ રોજ ગોધરા ના મહેંદી બંગલો ખાતે ભારતીય જનતા પાર્ટી નો ગોધરા વિધાનસભા નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આ કાર્યક્રમ વાતાવરણ માં આવેલ પલટો આવતા ધોધમાર વરસાદ વરસવા ની શરૂઆત થતા સ્નેહ મિલન કાર્યક્રમ માં વિક્ષેપ પડ્યો હતો જોકે સ્નેહ મિલન કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આવેલ કાર્યકર્તા ઓ નો ઉત્સાહ વધુ હોઈ કાર્યક્રમ વરસતા વરસાદ માં પણ યથાવત રહ્યો હતો
આ પ્રસંગે ખાસ પ્રદેશ માંથી સહ પ્રવક્તા પ્રેરક ભાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પંચમહાલ સાંસદ રતન સિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ ધારાસભ્ય સીકે રાઉલજી હાજર રહ્યા હતા
વરસતા વરસાદ માં હાજર રહેલ હાજર મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ સાથે આગામી સમય માં આવનાર લોકસભા ની ચૂંટણીમાં તૈયાર થઇ જવા પ્રવક્તા પ્રેરક ભાઈ એ સંબોધ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષદ મહેરા
