
દાહોદ, 4 ફેબ્રુઆરી: દાહોદ નગર પાલીકા દ્વારા દાહોદના ગોદીરોડ વિસ્તારની 14 દુકાનો સીલ કરવામાં આવી. નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાએ બાકી વેરાની વસુલાત મામલે દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં તા 1.2.2024 ગુરુવારના રોજ 2 દુકાનો તા 2.2.2024 ના રોજ 14 દુકાનો અને આજરોજ તા 3.2.2024 ના રોજ 14 દુકાનો સીલ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં આવેલ મિલ્કતોના ટેક્સની ભરપાઈ કરવામાં ઉદાસીનતા વવણ અપનાવતા મિલ્કતો સામે કડક કાર્યવાહી કરી 30 જેટલી દુકાનોને સીલ મારતા ખળભળાટ મછી જવા પામ્યો છે.
