ભાવનગર/અમદાવાદ,15 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.
જેમાં આજે 15 ડિસેમ્બરના ભાવનગર તાલુકામાં પીથલપર અને થોરડી, ઘોઘા તાલુકામાં
માલપર અને મામસા, તળાજા તાલુકામાં દાઠા, વલ્લભીપુર તાલુકામાં શાહપુર અને રતનપુર(ગા), મહુવા તાલુકામાં બગદાણા, ગારીયાધાર તાલુકામાં ટીંબા અને સુખપર, ઉમરાળા તાલુકામાં ખીજડીયા અને ઇંગોરાળા, સિહોર તાલુકામાં ઢાંકણ કુંડા અને ચોરવડલા તેમજ પાલીતાણા તાલુકામાં મોટી રાજસ્થળી અને સમઢીયાળા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
હિન્દુસ્થાન સમાચાર/
