


– ગુજરાત સરકારની 22 જેટલી યોજનાઓ વિશે ટ્રાઈબલ લાભાર્થીઓને માહિતગાર કરી સહાય આપી.
– સ્વચ્છતા અભિયાનના સંકલ્પ કરી શપથ લેવામાં આવ્યા હતા.
ભરૂચ,25 ડિસેમ્બર (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારની 22 સરકારી યોજનાઓ ગામેગામ છેવાડાના માનવી સુધી પહોચી રહે એ હેતુલક્ષી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ ખાતે ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશ વસાવાની અઘ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરી દરેક વિભાગના સરકારી અધિકારીઓએ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી ટ્રાઈબલ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા.
નેત્રંગ તાલુકાના અલગ અલગ સરકારી વિભાગો દ્વારા સરકારી યોજના લક્ષી લાભ મળી રહે એ હેતુથી યોજનાને લગતા લાભાર્થીઓને આપવાના થતા યોજનાકીય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ભારત વિકસિત યાત્રા અને સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ કરી શપથ લેવામાં આવ્યાં હતાં .કાર્યક્રમમાં ધારાસભ્ય રીતેષ વસાવાએ લોકોના આરોગ્ય સાથે થવા પીએચસીના તબીબ પાસે પોતાના આરોગ્યની ચિંતા કરતા તપાસ કરાવી હતી.
આ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષ વસાવા સાથે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવા , ઉપપ્રમુખ નિતેશ પરમાર ,સંગઠન પ્રમુખ મનસુખ વસાવા , ભરૂચ જીલ્લા પંચાયત સભ્ય વર્ષા દેશમુખ ,નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ ,જીલ્લા મંત્રી ભાવના પંચાલ , જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા મંત્રી પ્રવીણ પરમાર તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
/હર્ષ શાહ
