પાટણ,02 ફેબ્રુઆરી : સિદ્ધપુર હાઇવે ખળી ચોકડી પાસે 2.21 લાખના વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો,ગાડી સહિત 12.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સિદ્ધપુર હાઇવે ખળી ચોકડી પાસે સાયબર પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે ખાનગી વાહનની આડશ કરીને પાલનપુર તરફથી આવતી ફોર્ચુનર ગાડી (GJ-18-BCઅ5959)ને અટકાવીને તેમાં તપાસ કરતાં ગેરકાયદે રીતે લઇ જવાતો વિદેશી દારૂની 1632 બોટલ કિં.રૂ 2,21,820 મળી આવ્યો હતો. ગાડી સહિત રૂ. 12,31,820નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ભંવરલાલ મોબતારામજી માંજુ (બિષ્નોઈ)રહે. ભાટીપ તા. સરણાઉ જી.સાંચોર રાજસ્થાન તથા રબારી આશુભાઈ સજણાભાઈ રહે.અનાપુરગઢ તા. ધાનેરા જિ.બનાસકાંઠાને ઝડપી પાડ્યા હતા. તેમજ રબારી નાગજીભાઈ લશાભાઈ રહે.પાંથાવાડા તથા કનુભા એમ બે અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
