
અમદાવાદ,02 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. વર્ષ 2024-25ના બજેટનું રૂપિયા 3.30 લાખ કરોડ આસપાસનું કદ રહેવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે.
