• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગુજરાતના વીજકર્મીઓના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Regional

ગુજરાતના વીજકર્મીઓના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

CliQ INDIA
Last updated: October 29, 2023 6:30 am
CliQ INDIA
Share
6 Min Read
SHARE

-વીજ કર્મીઓએ બિપોરજોય દરમિયાન ૭૨ કલાકના રેકોર્ડ બ્રેક સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી કર્તવ્ય પરાયણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

અમદાવાદ, 28 ઓકટોબર(હિ. સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

આ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને વીજકર્મીઓના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, પરંતુ એ રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્ર આપ્યો છે, જેને અનુસરીને જ ગુજરાતે સૌને સાથે લઈને ચાલવાની આ કાર્યપદ્ધતિ અપનાવી છે.

વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વીજકર્મીઓ ટાઢ-તાપ, વરસાદ કે વાવાઝોડા કોઈપણ કપરાં સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તેનું સેવા દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે અને દિવસ રાત ખડે પગે રહે છે. વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા એ ખૂબ જ જરૂરી છે.

મુખ્યમંત્રીએ ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ઘણીવાર કોઈ ફોલ્ટમાં વીજળી જાય ત્યારે આપણે સૌ નાગરિકો તેને પૂર્વવત કરાવવા ઉતાવળા થતા હોય છે. ત્યારે કોઈપણ એમ નથી વિચારતું કે જે વીજકર્મી તેનું કામ કરી રહ્યો છે, તેના જીવ સામે કેટલું જોખમ છે. એટલા માટે જ, જેમ નાગરિકોના ઘરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા મથતા વીજકર્મીના કેન્દ્રસ્થાને સામાન્ય નાગરિક હોય છે, તેવી જ રીતે એક નાગરિકના કેન્દ્ર સ્થાને પણ હંમેશા એક વીજકર્મી અને તેનો પરિવાર જ હોવો જોઇએ. કારણ કે, તેમના કામમાં ભૂલ માટે કોઈ અવકાશ નથી.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત અત્યારે રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જાની દિશામાં પણ ગુજરાતે પગ માંડી દીધા છે. ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણની સુરક્ષા માટે કુદરતને નુકશાન પહોંચાડ્યા વિના કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરી શકાય તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી લીડરશીપથી ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે અને પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દેશમાં સતત આગળ રહીને અન્ય રાજ્યોને પ્રેરણા આપવાની પરંપરાને ટીમ ગુજરાતે જાળવી રાખી છે. ૨૪ કલાક વીજળી, પાકા રોડ રસ્તા, ઘરે ઘરે પીવા લાયક શુદ્ધ પાણી, સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ગુજરાતમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે.

આ પ્રસંગે સૌનું ઉત્સાહ વર્ધન કરતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ઋણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે જી ૨૦ માટે વન અર્થ, વન ફેમિલીનો મંત્ર આપ્યો હતો. જેને અનુસરીને જ આજે ઊર્જા વિભાગ ઉત્સાહભેર કાર્ય કરી રહ્યો છે.

મંત્રી દેસાઈએ વીજકર્મીઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, જેમ રાજ્ય સરકાર હરહંમેશ વીજકર્મીઓની પડખે રહે છે તેવી જ રીતે વીજકર્મીઓ પણ દિવસ-રાત સતત નાગરિકોની સેવામાં ખડેપગે રહે છે. તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજકર્મીઓએ કરેલી કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્ય ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકતાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો અને ૭૦ હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા, પરંતુ આપણા વીજકર્મીઓએ દિવસ-રાત જોયા વિના માત્ર ૭૨ કલાકના રેકોર્ડબ્રેક સમયમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. જેના માટે દરેક વીજકર્મી અભિનંદનને પાત્ર છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની વીજ કંપનીઓ આજે ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે ઝળહળી રહી છે. ગુજરાતની ડિસ્કોમ કંપનીઓએ આજે પણ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શનની પરંપરા ચાલુ રાખી છે. આજે દેશની ટોપ પાંચ વીજ વિતરણ કંપનીમાં ગુજરાતની ચારેય કંપનીઓનો સમાવેશ થાય છે, જે આપણા સૌના માટે ગર્વની વાત છે.

આ પ્રસંગે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસરથ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિઝનરી લીડરશીપ ને જાય છે. વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધેલા અનેક નિર્ણયોને પરિણામે આજે ગુજરાત વિદ્યુત ક્ષેત્રે દેશમાં મોડલ સ્ટેટ બન્યું છે. સમય સાથે ગુજરાત પણ ટેકનોલોજી અનુસાર પરિવર્તનો લાવતું ગયું અને આગળ વધતું રહ્યું છે, પણ અટક્યું નથી.

મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનું અભિવાદન કરતા તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ શરૂ કરેલી ગુજરાતની આ વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ અને તેમની ટીમ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનથી જ આજે ગુજરાતના વીજકર્મીઓના હિતમાં આટલા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. વીજકર્મીઓને પણ કામ કરવાનો ઉત્સાહ ત્યારે જ આવે જ્યારે પાછળથી ખભે હાથ મૂકવા વાળું કોઈ હોય. ગુજરાત સરકારે હંમેશથી વીજકર્મીઓના ખભે ટેકો આપીને તેમને સતત પ્રોત્સાહિત કર્યા છે.

આ પ્રસંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહિર, કાર્યકારી પ્રમુખ મનુભાઈ પટેલ, ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ભરત પંડ્યા, સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ, સેક્રેટરી જનરલ બિપીન શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ કર્મચારીઓ વતી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજ્યના વીજ કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે

You Might Also Like

ગીર સોમનાથ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા બિનઅધિકૃત રીતે વહન કરતાં ત્રણ વાહન ઝડપાયા
કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫- ૨૬ અંતર્ગત, આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ની જૂનાગઢ જિલ્લામાં ભવ્ય ઉજવણી
સુરત ખાડીના પૂરને કારણે 88 રસ્તાઓ બંધ | BulletsIn
કર્ણાટકના નવલગુંડ નગરના પ્રતિનિધિ મંડળે સુરત મહાનગરપાલિકાની કામગીરીનો અભ્યાસ કર્યો
આગામી 22 મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતે પીએમ મિત્રા પાર્કના ખાતમુહૂર્ત સંદર્ભે બેઠક યોજાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 12 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ગામમાથી ત્રણ જુગારીયાઓને નેત્રંગ પોલીસે ઝડપયા
Next Article સોલંકી પરિવારના સામુહિક આપઘાતના, બનાવની તપાસ માટે SITની રચના
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?