અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ તકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત મહાનુભાવોએ ચેક રિપબ્લિક ના વડાપ્રધાનને આવકારી સ્વાગત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
