નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) આમિર ખાનની પુત્રી આયરા ખાન અને નુપુર શિખરેના આજે, ઉદયપુરમાં પરંપરાગત શાહી લગ્ન થશે. શાહી લગ્નની વિધિઓ ઘણા દિવસો પહેલા શરૂ થઈ ગઈ છે. આયરા દ્વારા મંગળવારે એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના કેટલાક વીડિયો સામે આવ્યા છે.
સંગીત સમારોહમાં આયરા અને નુપુરની, એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આયરા અને નુપુર બંને સુંદર લાગી રહી છે. નુપુરે સૂટ પહેર્યો હતો, જ્યારે આયરાએ લહેંગા ચોલી અને તેની ઉપર લાલ હૂડી પહેરી હતી. બીજા વિડિયોમાં, આમિર ખાન, તેની બીજી પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ બધા એક સંગીત સમારોહમાં પરફોર્મ કરતા જોવા મળે છે. ત્રણેય મળીને ‘ફૂલોં કા તારોં કા, સબકા કહેના હૈ, એક હજારોં મેં મેરી બેહના હૈ’ ગીત ગાયું હતું. આયરા અને નુપુરના વેડિંગ મ્યુઝિક કોન્સર્ટનો આ વીડિયો ચર્ચામાં છે. આમિર, કિરણ અને આઝાદે ગાયેલા ગીતના વીડિયો પર, કોમેન્ટ કરીને ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. આયરા અને નુપુરની સંગીત સેરેમની ખૂબ જ ભવ્ય અંદાજમાં થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
