નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) દેશમાં કોરોનાના નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે 04 દર્દીઓના મોત થયા છે. આ સાથે 877 દર્દીઓ સ્વસ્થ થયા છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3,643 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ બંને રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં 2-2 દર્દીના મોત થયા છે.
નોંધનીય છે કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પણ મંગળવારે કોરોના સંક્રમિત થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ / ડો. હિતેશ /માધવી
