ગીર સોમનાથ, 15 નવેમ્બર(હિ. સ.)-ગીર સોમનાથ જિલ્લાનાં માઢવાડ અને મૂળ દ્વારકા બંદર તેમજ દિવ વિસ્તારનાં માછીમારો અને ગ્લોબલ વોર્મિંગનાં જાણકાર એવું જણાવી રહ્યા છે કે, વર્ષો પહેલા સમુદ્ર વર્તમાન કિનારાથી 50 થી 60 મીટર દૂર હતો. જે હાલ આગળ આવી ગયો છે.ગ્લોબલ વોર્મિંગની આજ સ્થિતિ રહી તો આવતા વર્ષોમાં સૌરાષ્ટ્ર નાં ઘણા શહેરો અને બંદરો ડૂબી જવાની સંભાવના દર્શાઈ રહી છે. ગ્લેશિયરો ઓગળી રહ્યા છે.કોડીનારના મુલ દ્વારકા અને માઢવાડ બંદર નાં કેટલાક મકાનો તો હાલ વાસ્તવમાં ડૂબી ગયા છે..!!
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
