
-સ્વામિનારાયણ સંપ્રદાય અનાદિમુક્ત વિશ્વમ ધ્યાન કેન્દ્ર નો મોડાસા – ધનસુરા હાઇવે પર રહિયોલ ગામ પાસે હજારો હરિભક્તો ,સંતો ની ઉપસ્થિતિ માં કરાયો,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
મોડાસા, 26 માર્ચ(હિ. સ.). અરવલ્લી ની ગિરિમાળાઓ માં મોડાસા થી ધનસુરા જતા રાહીયોલ ગામ પાસે પૂ બાપજી ના આશીર્વાદ થી અને સંસ્થા ના અધ્યક્ષ પ.પૂ સત્યસંકલ્પ દાસજી દ્વારા અનાદિમુક્ત વિશ્વમ ગુજરાત ના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર નો શિલાન્યાસ કરવામાં આવ્યો સાથે સાથે પૂ બાપજી ના 92 માં પ્રગટ્યોયસવ ની પણ ઉજવણી કરાઈ.
પ .પૂ સત્ય સંકલ્પ દાસ જી મહંત ના સંકલ્પ અનુસાર છેલ્લા પાંચ વર્ષ માં 250 જેટલી જગ્યાઓ જોયા બાદ અરવલ્લી ની ગિરિમાળાઓ પાસે આવેલ ધનસુરા મોડાસા હાઇવે પર આવેલ રાહીયોલ ગામે પૂ સ્વામી એ ધ્યાનકેન્દ્ર સ્થળ માટે પસંદગી ઉતારી અને અનાદિમુક્ત વિશ્વમ ધ્યાનકેન્દ્ર બનાવવા નો સંકલ્પ કર્યો અને લગભગ 350 વિઘા જેટલી એકવાયર કરી ને આજે ધુળેટી ના પાવન પર્વ ના દિવસે આજે અનાદિમુક્ત વિશ્વમ ગુજરાત ના સૌથી મોટા એક સાથે 50 હજાર મુમુક્ષો હરિભક્તો ધ્યાન માટે બેસી શકે એટલી ક્ષમતા વાળું ધ્યાનકેન્દ્ર બનાવાશે ,આ સંકુલ ની આસપાસ 1 લાખ વૃક્ષો નજ વાવેતર કરાશે ખાસ લીમડો વડલો સહિત 100 જાત ના વૃક્ષો વવાશે, અબજો રૂપિયા ના ખર્ચે તૈયાર થનાર સંકુલ 2026 સુધી પૂર્ણ થઈ રહેશે કુલ ચાર ફેજ માં કામગીરી કરવામાં આવશે ,મોટો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવશે અને જેટલી વીજળી નો વપરાશ થાય તેના કરતાં ડબલ વીજળી ની બચત થશે આમ તમામ સુવિધા થી ભરપૂર અને આધ્યાત્મિક શાંતિ મળે એ રિતનું ભવ્ય અનાદિમુક્ત વિશ્વમ ધ્યાનકેન્દ્ર અરવલ્લી માં તૈયાર કરાશે.
