મુંબઈ, નવી દિલ્હી, 04 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે, ગુરુવારે ભગવાન શ્રી રામ વિશેના તેમના નિવેદન બદલ માફી માંગી છે. તેમ છતાં, ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ગુરુવારે જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ, રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.
વાસ્તવમાં, બુધવારે શિરડીમાં એનસીપી કેમ્પમાં જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે,” ભગવાન શ્રી રામ શાકાહારી નથી. ભગવાન શ્રી રામે તેમના વનવાસ દરમિયાન માંસાહારી ભોજન લીધું હતું.” જિતેન્દ્ર આવ્હાડના આ નિવેદન બાદ આજે અનેક જિલ્લાઓમાં બીજેપી કાર્યકર્તાઓએ, પ્રદર્શન કર્યું છે. ભાજપના વિરોધ બાદ જિતેન્દ્ર આવ્હાડે ગુરુવારે પત્રકારોને કહ્યું કે,” ભગવાન શ્રી રામ વિશે તેમણે જે પણ કહ્યું છે, તે વાલ્મીકિ રામાયણના આધારે કહ્યું છે.” આ સંદર્ભમાં, 1 ડિસેમ્બર 2023 ના રોજ દક્ષિણ ભારતમાં એક ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી છે. આ કારણે તેઑ પોતાના નિવેદન પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે,” તેઓ તમામ પુરાવા મીડિયાને સોંપી રહ્યા છે અને તેઓએ પોતે તેનો અભ્યાસ કરવો જોઈએ અને જણાવવું જોઈએ કે, તેમનું નિવેદન ક્યાં ખોટું છે.” જિતેન્દ્ર આવ્હાડે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે,” તેઓ પોતે રામ ભક્ત છે, પરંતુ ભગવાન રામને રાજકીય હથિયાર બનવા દેવા માંગતા નથી.”
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીત / માધવી
