વડોદરા/અમદાવાદ,24 નવેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં એક જ દિવસમાં 275 સ્થળોએ સફાઇ કામગીરી કરી 1242 કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુરૂવારના રોજ 275 સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૭૦૯ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે 247 જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા.નાગરિકો આ લોકહિતની પ્રવૃત્તિમાં સ્વયંભૂ રીતે સહભાગી થયા હતા.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા. તેની સાથે સરકારી કચેરીઓમાં પણ સફાઇ ઝૂંબેશ ચાલી રહી છે.
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
