રાજૌરી, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિં.સ.) રાજૌરી જિલ્લાના કાલાકોટના બાજીમલમાં અથડામણ દરમિયાન, શહીદ થયેલા આર્મીના બે કેપ્ટન સહિત પાંચ સેનાના શહીદોને શુક્રવારે, જમ્મુની સૈન્ય હોસ્પિટલમાં અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાજ્ય પોલીસના ડીજીપી આરઆર સ્વેન અને આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓએ, બહાદુર સૈનિકોને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી હતી.
અહીંથી શહીદોના પાર્થિવ દેહને, તેમના વતનના ગામમાં મોકલવામાં આવશે. તે જ સમયે, 9 પરાના હવાલદાર કમાન્ડો અબ્દુલ મજીદના નશ્વર અવશેષોને, પૂંછમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અંતિમ સલામી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, રાજૌરી અથડામણમાં શહીદ થયેલા જવાનોમાં બે ઉત્તર પ્રદેશના, એક ઉત્તરાખંડનો, એક જમ્મુ-કાશ્મીરનો અને એક કર્ણાટકનો છે. જેમાં કર્ણાટકના મેંગલોરના રહેવાસી, 63 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન એમવી પ્રાંજલ, આગરાના રહેવાસી 9 પરાના કેપ્ટન શુભમ ગુપ્તા, 9 પરાના રહેવાસી હવાલદાર કમાન્ડો અબ્દુલ મજીદ- અજોટ પૂંછના રહેવાસી, લાન્સ નાઈક સંજય બિષ્ટ-નૈનીતાલ ઉત્તરાખંડ, અને ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી પેરાટ્રોપર સચિન લૌર શહીદ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સંજીવ / માધવી
