નવસારી,12 જાન્યુઆરી(હિ. સ.)-નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાથી એક કોલેજમાથી શિક્ષકે 181 પર કોલ કરી જણાવેલ કે તેમની કોલેજની છોકરીને દુકાનદારે છેડતી કરી છે. અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતી નુ કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપી દુકાનદાર યુવકને પાઠ ભણાવ્યો હતો.
181 અભયમ ટીમને મળતી માહિતી મુજબ યુવતી પરીક્ષા હોવાના કારણે કોલેજ આવતા બોલપેન મૂકવા માટે પોકેટ લેવા માટે ગઈ હતી. યુવતીએ બીજા પોકેટ બતાવવા કહેતાં તેમને ઉપર છે અહીંયા જોવા માટે આવો તેમ કહી દાદર પાસે લઈ ગયા હતાં અને ત્યાં તેમનું નામ પૂછવા લાગ્યા હતાં. દુકાનમાં યુવક એકલો હોવાથી યુવતીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી. અને તેમણે યુવતીનો હાથ લગાડી અડપલા કરવા લાગતાં, તરત જ યુવતી દુકાનમાથી નીકળી કોલેજમાં જઇ શિક્ષકને બધી વાત જણાવી દીધી હતી. જેથી શિક્ષકે 181 અભયમ ટીમને કોલ કરી મદદ કરવા જણાવ્યું હતું.
181 અભયમ ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કરી દુકાનદારને આ વિશે પૂછપરછ કરતાં તેઓ વાત માનતા નહિ હતા. જેથી દુકાનમાં સીસી ટીવી કેમેરા ચેક કરતા ખબર પડી કે કેમેરા પૂરી દુકાનમાં કેચઅપ કરતુ નથી છતાં ચેક કરતા યુવતી દાદર બાજુ ગઈ હતી ૨ મિનિટ સુધી ત્યાં હોવાથી યુવકને કડકાઈથી પૂછતાં તેમની ભૂલ સ્વીકારી હતી. યુવતીએ આગળ કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. જેથી યુવક પાસે માફી મગાવી લેખિતમાં લખાણ આપ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ હવે પછી આવી ભૂલ નહિ થાય. જો બીજી વાર આવી ભૂલ થશે તો કાયદેસર કાર્યવાહી કરવી પડશે દુકાનદાર અને તેમના માલિકને પણ સમજાવેલ કે ધંધો કરવો હોય તો ઈમાનદારી થી કરવું. તેઓને પોતાની ભૂલ સમજાતા માફી માંગી હતી. છેડતી કરનારને સબક શિખવાડતાં યુવતી અને કૉલેજના સ્ટાફે 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
