પાટણ,21 ફેબ્રુઆરી : પાટણની સી. બી.એસ. ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 21 ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 10ની સી.બી. એસ. ઇ. બોર્ડની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયેલ છે. ધોરણ 10ના કુલ 107 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પહેલું પેપર ‘હિન્દી કોર બી’નું રહ્યું હતું. તારીખ 22 ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 12ની પરીક્ષાનો પણ પ્રારંભ થનાર છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય જોયન જોસ, સૌ શિક્ષક મિત્રો, ટ્રસ્ટ મંડળે પરીક્ષા આપવા આવેલા તમામ વિધાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી.
