રાજૌરી, નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.) સેનાના ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને વ્હાઈટ નાઈટ કોર્પ્સના જીઓસી નવીન સચદેવાએ, શુક્રવારે રાજૌરી સેક્ટરની અગ્રિમ ચોકીઓ મુલાકાત લીધી હતી જેથી દેશના સંરક્ષણમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું.
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ, બહાદુર સૈનિકોની તેમના ઉચ્ચ મનોબળ અને ચોવીસ કલાક જાગ્રતતા માટે પ્રશંસા કરી હતી. તેમણે સૈનિકોને સ્થિર સુરક્ષા વાતાવરણ પ્રદાન કરવા માટે ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી. તેમની મુલાકાત દરમિયાન ઉત્તરી કમાન્ડના વડાએ દેશના સંરક્ષણમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / દધીબલ / માધવી
