બોટાદ, 16 જાન્યુઆરી(હિ. સ.) આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના આહવાન અનુસાર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તમામ નાના-મોટા મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવા માટે આહવાન કર્યું છે ત્યારે બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર થી આજે શરૂઆત કરેલ હતી સાળંગપુર હનુમાનજી મંદિર ના પટાંગણ તેમજ આજુબાજુમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી અને બોટાદ જિલ્લાના તમામ નાના-મોટા મંદિરોમાં આગામી તારીખ 22 સુધી સફાઈ અભિયાન ચાલુ જણાવવામાં આવેલ હતો આજના આ સફાઈ અભિયાનમાં બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ,જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપના મહામંત્રી જામસંગભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપ મંત્રી અને બરવાળા ગ્રામ્યના પ્રભારી જયરાજભાઈ પટગીર,બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર ,બરવાળા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ ગઢીયા ,મહામંત્રી વિજયભાઈ ખાચર, બરવાળા એપીએમસીના ચેરમેન ભરતભાઈ ખાચર સહિતના સફાઈ અભિયાન માં જોડાયા હતા
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/માધવી
