
વડોદરા, 5 નવેમ્બર(હિ. સ.)-તાંદલજા ગામના તળાવ પાસે રહેતા, ગોપાલ નીનામા નામના યુવકને આજે બપોરે કોઇ કારણસર મિત્ર વનરાજ ચૌહાણ સાથે સાધારણ બોલાચાલી થઇ હતી. ત્યારબાદ વનરાજે તેના છાતીના ભાગે ચાકુ મારતાં ગોપાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.તેને હોસ્પિટલમાં લઇ જવાતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.જેથી જે પી રોડ પોલીસે મૃતકના સબંધીઓનો સંપર્ક કરવા તજવીજ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મુકવાની તજવીજ કરી હતી.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે,બંને મિત્રો વચ્ચે ક્યા કારણસર બોલાચાલી થઇ છે કે પછી મજાક મસ્તીમાં આ બનાવ બન્યો છે તેની હજી જાણ થઇ નથી.પરંતુ ઇજાગ્રસ્તને સારવાર માટે લાવનાર ત્રીજા એક મિત્ર પાસે પ્રાથમિક વિગતો જાણવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
