
ચંદીગઢ, નવી દિલ્હી, 05 નવેમ્બર (હિ.સ). પંજાબના મોગામાં રવિવારે સવારે એક માર્ગ અકસ્માતમાં વરરાજા સહિત ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત લુધિયાણા-ફિરોઝપુર મુખ્ય માર્ગ પર અજીતવાલ ગામ પાસે સવારે લગભગ 5.30 વાગ્યે થયો હતો.
મોગા પોલીસનું કહેવું છે કે, ડોલી લઈને જઈ રહેલી કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. આ કાર અબોહર થી આવી રહી હતી. ઘાયલો અને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ/મુકુંદ / માધવી
