• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ”વાઈબ્રન્ટ ગુજરાત”ના માધ્યમથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ
Regional

”વાઈબ્રન્ટ ગુજરાત”ના માધ્યમથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ

CliQ INDIA
Last updated: January 1, 2024 11:45 pm
CliQ INDIA
Share
6 Min Read
SHARE

ગાંધીનગર,01 જાન્યુઆરી (હિ.સ.) વિકસિત ગુજરાતની વાસ્તવિકતાના પાયામાં વાઈબ્રન્ટ ગુજરાત શૃંખલાઓની ભૂમિકા મહત્વની છે. રાજ્યને વિકસિત બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાતની પરિકલ્પ્ના સાકાર કરવામાં આવી છે. આજથી 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ વિકાસથી વંચિત સમાજના વર્ગને વિકાસની યાત્રામાં જોડીને સમાજના વિકાસની સાથોસાથ રાજ્ય અને રાષ્ટ્રનો સમગ્રતયા વિકાસ કરવાનો રોડમેપ તૈયાર કર્યો. બે દાયકા પહેલાં ગુજરાતનાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 15 હજાર કરોડનું બજેટ ધરાવતી ‘વનબંધુ કલ્યાણ યોજના’ એમણે અમલમાં મુકીને રાજ્યના આદિવાસી બાંધવોના સમગ્રતયા વિકાસની નવતર પરિભષા અંકિત કરી. બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ ગુજરાતનું જે બીજરોપણ કર્યું હતું, તે આજે વટવૃક્ષ બની ગયું છે. તેના પરિણામે રાજ્યના આદિવાસી વિસ્તારની કાયાપલટ થઈ છે, ત્યાં માળખાકીય સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

બે દાયકા પહેલાં સમાજના તમામ વર્ગને રાજ્ય સરકારે વિકાસની મુખ્યધારામાં લાવવાનો મક્કમ પ્રયાસ કર્યો. વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા વિકાસનો લાભ રાજ્યના પૂર્વ પટ્ટીમાં આવેલા આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજ્યના પૂર્વ પટ્ટીમાં આવેલા ૧૪ જિલ્લામાં વસતા 90 લાખ આદિવાસી બાંધવો આજે વિકાસની મુખ્યધારામાં સામેલ થયા છે. ગુજરાતનો આદિવાસી બાંધવ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સધ્ધર થયો છે. વનબંધુ કલ્યાણ યોજના-1 ની સફળતા બાદ રાજ્ય સરકારે એક લાખ કરોડથી વધુની જોગવાઈ ધરાવતી વનબંધુ કલ્યાણ યોજના-2 અમલમાં મુકી છે.

આદિવાસી બાંધવાનું શૈક્ષણિક સશક્તીકરણ: અભ્યાસ કરતા આદિવાસી યુવાઓને કોઇ તકલીફના પડે તે માટે શિષ્યવૃતિથી લઈને રહેવા જમવાની સુવિધાવાળા આધુનિક સુવિધાથી સજ્જ 1105 જેટલા છાત્રાલયો બનાવવામાં આવ્યા છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વનબંધુઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે મોડેલ આદર્શ નિવાસી શાળાઓમાં આદિવાસી યુવાઓ અભ્યાસ કરીને આગળ વધી રહ્યાં છે. મોડેલ આદર્શ નિવાસી શાળાઓમાં રહેવાની સાથે જમવાની નિશુલ્ક સુવિધા આપવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ માટે તેમજ એન્જિનિયર જેવા ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ માટે પ્રવેશ સમયે લેવાતી JEE અને JEE પ્રવેશ પરીક્ષાના કોચિંગ માટેની યોજના હેઠળ રૂ. 3880.69 લાખના ખર્ચે 44175 આદિજાતિ વિદ્યાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. રૂ. 940 કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની 102 શાળાઓમાં 33400 વિદ્યાર્થીઓને નિશુલ્ક ઉચ્ચ શિક્ષણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પોષણયુક્ત દૂધ મળી રહે તે માટે દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. 136 કરોડના ખર્ચે અંદાજિત 15.29 લાખ વિદ્યાર્થીઓને એનો લાભ આપવામાં આવ્યો છે.

રોજગાર અને સ્વરોજગારની દિશામાં મક્કમ પગલાં: રોજગાર એ દરેક વ્યક્તિના જીવનનું મહત્ત્વપૂર્ણ ચાલકબળ છે. આ ચાલકબળ વ્યક્તિને સમાજમાં જીવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરી આપે છે. પરિણામે દેશનો આર્થિક આધાર સ્તંભ વધુ મજબૂત બને છે. એક સામાન્ય માણસની ખરીદશક્તિ ઉપર બજાર નિર્ભર હોય છે. સરકારે આદિવાસી યુવાઓને અનેક યોજનાઓ દ્વારા આર્થિક રીતે વધુ સક્ષમ બનાવ્યા છે. માનવ ગરિમા યોજના હેઠળ રૂ. 67.54 કરોડના ખર્ચે 68233 જેટલા લાભાર્થીઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવી છે. વન અધિકાર અધિનિયમ હેઠળ લાભાર્થીઓના સશક્તિકરણ માટે રૂ. 76.94 કરોડના ખર્ચે 58293 લાભાર્થીઓને કૃષિ સંલગ્ન સુવિધાઓ માટેના લાભ આપવામા આવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસી મહિલાઓને રોજગારી પૂરી પાડવાના હેતુસર સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 162301 દૂધાળા પશુઓ તથા તેમજ ડેરી વિકાસ સંલગ્ન સુવિધાઓ વિકસાવવા યોજના કાર્યાન્વિત કરવામાં છે.

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન અને પાયલોટ તાલીમ યોજના અંતર્ગત 333 વિદ્યાર્થીઓને રૂ. 36.68 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે આદિવાસી વકીલોને‘વકીલ સહાય યોજના’અંતર્ગત 814 કાયદા સ્નાતકોને લાભ આપવામાં આવ્યો છે. નાના –મધ્યમ કે લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા આદિવાસીઓને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારી યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે. 1386 થી વધુ આદિજાતિ લાભાર્થીઓને નજીવા વ્યાજદરે રૂ. 35 કરોડથી પણ વધુ રકમનું ધિરાણ આપવામાં આવ્યું છે.

આજે ગુજરાતમાં પુરુષોની સાથે કદમ મિલાવતી આદિવાસી મહિલાઓ પણ ક્યાય પાછળ પડે તેમ નથી. આદિજાતિ મહિલાઓ માટે કોર્પોરેશન દ્વારા નહારી કેન્દ્ર માટે લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ 25 નહારી કેન્દ્રોને 1.25 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. રાજ્યનો વનબંધુ જે કૃષિ સાથે સંકળાયેલો છે. તે સીધો કે આડકતરી રીતે પશુપાલન સાથે સંકળાયેલો છે. ત્યારે રાજ્ય સરકારે ડેરી વિકાસ યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવ્યો છે. આ યોજનાની શરૂઆત 2007-08 થી કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થી આદિવાસી કુટુંબને બે દૂધાળા પશુ અને અન્ય સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનામાં 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 162301 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આવાસ શિક્ષણ અને રોજગાર મળતા વનબંધુઓ સમૃધ્ધ બન્યા છે. પરંતુ ધરતીનો છેડો ઘર સમાન આવાસ માટે રાજ્ય સરકારે વ્યક્તિગત આવાસ યોજના હેઠળ રૂ.201.78 કરોડના ખર્ચે 51686 આવાસોનું નિર્માણ કર્યુ છે. તે સિવાય હળપતિ આવાસ યોજના હેઠળ રૂ.237.19 કરોડના ખર્ચે 23760 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

સામાજિક સશક્તીકરણ: રાજ્ય સરકારે આદિવાસી દીકરીના લગ્ન પ્રસંગમાં આદિવાસી પરિવારને મદદરૂપ થવા કુંવરબાઈનું મામેરૂં યોજના અમલમાં મુકી છે. રૂ. 73 કરોડના ખર્ચે 82511 જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. આજે ભારત દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ગુજરાત સરકારે સમાજના તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમાં પણ રાજ્ય સરકારે આદિવાસી સમાજનાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. તેની પ્રતીતિ પૂર્વ પટ્ટીમાં રહેતાં આદિવાસી બાંધવોનાં જીવનધોરણમાં આવેલા પરિવર્તનથી જોઈ શકાય છે. છેલ્લા બે દાયકામાં યોજાયેલા વાઇબ્રંટ ગુજરાતના નવ સંસ્કરણોના પરિણામે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને અપ્રતિમ વેગ મળ્યો છે તેનાથી ગુજરાતના ખૂણેખૂણામાં ઉડીને આંખે વળગે એવો આર્થિક અને સામાજિક વિકાસ થયો છે. સ્વાભાવિક રીતે જ આના પરિણામે રાજ્યના આદિવાસિ વિસ્તારોમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. આજનો ગુજરતી આદિવાસી બાંધવ તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરીને આગળ આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ

You Might Also Like

જિલ્લા પંચાયત ભુજ ખાતે આયુષ પ્રદર્શની તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું
આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે: પુરુષોત્તમ રૂપાલા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોર્ડ નંબર ૧ થી ૧૫ માં પ્રિ મોન્સૂન કામગીરી અન્વયે, ગટર મેઈન હોલની સફાઈ શરૂ કરવામાં આવી
રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ અધ્યક્ષ નડ્ડા 5 જાન્યુઆરીએ, સોલન અને શિમલામાં જાહેર સભાઓ કરશે
Next Article સીડીએસ અનિલ ચૌહાણ, ઉપરાષ્ટ્રપતિને મળ્યા હતા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?