કોલકાતા, નવી દિલ્હી, 05 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલીને, તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રવિવારે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલીની એક તસવીર પોસ્ટ કરતા લખ્યુ છે કે,”આનંદ ની વાત છે કે,ભારતના મહાન બેટ્સમેન અમારા દેશ માટે એક એતિહાસિક મેચ રમવા માટે કોલકતામાં છે, વિરાટ ને તેના જન્મદિવસ ની ઘણી શુભકામનાઓ!! ઓલ ધ બેસ્ટ!! તેને અને તેના પરિવારને બધી ખુશીઓ અને સફળતાની શુભેચ્છાઓ!!”
નોંધનીય છે કે, 5 નવેમ્બર 1988ના રોજ જન્મેલા વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સભ્ય છે અને તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં પણ થાય છે. વિરાટ ભારતના ઘરેલું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન પણ છે.
હિન્દુસ્થાન સમાચાર / ગંગા / માધવી
