સુરત,05 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના બારડોલી તાલુકાના ઈસરોલી અને બમરોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું કે,સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જણાવીને કોઈ પણ વ્યકિત લાભ વિના રહી ન જાય તે માટે અનુરોધ કર્યો હતો. વિવિધ શાખાઓના અધિકારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ઈસરોલી ગામે આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન ડી કાંબડ,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ,સરપંચ આશાબેન એમ હળપતિ, નીલમ ડી પટેલ, વિ. અ. પંચાયત બારડોલી,વિસ્તરણ અધિકારી ખેતી,ગામના તલાટી-કમ-મંત્રી,આરોગ્યનો સ્ટાફ,મુખ્ય સેવિકા શ્રીમતિ કમળા સી ચૌધરી,આંગણવાડી વર્કર,તેડાગર, અને અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
