


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરમા ભારે વરસાદને કારણે શહેર પાણીમાં ડુબ્યુ છે, તો જન્માષ્ટમીના મેળાના હાલ બેહાલ થયા હતા. મેળાના ધંધાર્થીઓને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. મંગળવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા પકવાન ફુડ ઝોનનો મુખ્ય ગેઇટ ધરાશાઈ થયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી, તો આજે બુધવારે સવારથી ભારે પવન સાથે વરસાદ શરુ થતા મેળામા પોલીસ રાઉટીનો મંડપ પણ ધરશાઈ થયો હતો, તો બીજી તરફ નાના મોટા ધંધાર્થીઓના મંડપને ભારે નુકશાન થયુ હતુ. ખાણી પીણીની વસ્તુઓને પણ નુકશાન થયુ હતું.
વરસાદને કારણે એક દિવસનો મેળો વધારવામા આવ્યો હતો, પરંતુ આજે છેલ્લા દિવસે પણ ભારે વરસાદ પડતા મેળો રદ કરવો પડયો હતો. વરસાદને કારણે મેળાના ધંધાર્થીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya
