ચંડીગઢ, નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ.સ) ભારતના મોસ્ટ વોન્ટેડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ચીફ, લખબીર સિંહ રોડે હવે નથી રહ્યા. જરનૈલ સિંહ ભિંડરાનવાલેના સગા ભત્રીજા રોડેનુ, પાકિસ્તાનમાં નિધન થયું હતું. તેનું મૃત્યુ 2 ડિસેમ્બરની રાત્રે થયું હતું. અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે એ, આજે (મંગળવારે) તેમના નિધનની પુષ્ટિ કરી હતી. જસબીર સિંહ રોડે કહ્યું છે કે, તેમના ભાઈના પુત્રએ તેમને જાણ કરી છે કે, લખબીરનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે.
હાલમાં જ પંજાબની સુરક્ષા એજન્સીઓએ ખુલાસો કર્યો હતો કે, રોડે એ લગભગ 70 સ્લીપર સેલ તૈયાર કર્યા છે. એક સેલમાં બે-ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પંજાબના મોગામાં આતંકવાદી લખબીર રોડેની લગભગ 43 કનાલ જમીન પણ સીલ કરી દીધી હતી. જો કે થોડા મહિના પહેલા લખબીર સિંહ રોડેના મોતના સમાચાર પણ આવ્યા હતા. પછી તેણે જીવિત હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
ભારત સરકારે, લખબીર સિંહ રોડેને યુએપીએ હેઠળ, આતંકવાદી જાહેર કર્યો હતો. આ પછી તે પાકિસ્તાન ભાગી ગયો હતો. પંજાબની લુધિયાણા કોર્ટમાં 2021માં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી લખબીર સિંહ રોડે નું નામ પણ સામે આવ્યું હતું. રોડે 1985ના એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં પણ આતંકવાદી આરોપી હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / મુકુંદ / ડો. હિતેશ / માધવી
