– ભારતમાં છેલ્લા નવ વર્ષમાં રેલ્વે વિકાસ, માર્ગ- વ્યવહાર વિકાસ, વીજળી ક્ષેત્રે વિકાસ, પાણી પુરવઠા ક્ષેત્રે વિકાસ આપણે સૌએ અનુભવ્યા છે: મંત્રી દેવુસિંહ ચૌહાણ
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધી વિકસિત બનાવવા માટે
ચાર અમૃત સ્તંભ આપ્યા છે: મંત્રી દેવુસિંહ ચૌહાણ
– ધોળકામાં 3854 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, 1074 લાભાર્થીઓને કિસાન સન્માનનિધિ,473 ઉજ્જવલા યોજના અંતર્ગત લાભો વિતરણ કરવામાં આવ્યા
અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) ધોળકા તાલુકાના પીસાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભારતના સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જેમાં વિવિધ યોજનાઓના લાભ પ્રાપ્ત થયેલ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા ગેસ
યોજના પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
પ્રમાણપત્ર જેવા અનેક પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું
હતું.
આ ઉપરાંત, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા
હતા તથા વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું
હતું. અંદાજિત 700 જેટલા લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણએ નાગરિકોને પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત
સંકલ્પ યાત્રાનું આયોજન કેમ કરવામાં આવ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ
નેતૃત્વ હેઠળ વિકસિત ભારત યાત્રાનું આયોજન દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ
પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે, જે અનવ્યે કેન્દ્ર
તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ
સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી સામાન્ય નાગરિકો સુધી પહોંચે અને
જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા
હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ભારતના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં મોદી સરકાર દ્વારા
20,000થી વધુ રેલ્વે ટ્રેક વિકસાવવામાં આવ્યા છે અને દર અઠવાડિયે એક નવી વંદે ભારત
ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવે છે. ભારતમાં માર્ગ વિકાસ, વીજળી ક્ષેત્રે વિકાસ, પાણી પુરવઠા
ક્ષેત્ર વિકાસ આ તમામ વિકાસો આપણે નવ વર્ષમાં અનુભવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી દેવુસિંહ ચૌહાણએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બનાવવા
માટેના ચાર મહત્વના અમૃત સ્તંભ આપ્યા છે તેની વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધી વિકસિત બનાવવા માટે ચાર અમૃત સ્તંભ આપ્યા છે
જેમાં દેશનું યુવાનનો વિકાસ, દેશની મહિલાનો વિકાસ, દેશના ખેડૂતનો વિકાસ, અને ગરીબોનો
વિકાસ અત્યારે સ્તંભોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ વિકસાવવામાં આવે છે
અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી તમામ લોકો સુધી આ યોજનાઓ સફળતા રીતે પહોંચે
તે માટે જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે તેમ
તેમણે ઉમેર્યું હતું.
અંતે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત
ભારત સંકલ્પ યાત્રાનું અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં આપ સૌ ભાગીદાર બનો અને
યોજનાના લાભ મેળવો સાથેજ અન્ય લોકોને પણ યોજનાના લાભ મળી રહે તે માટે આ
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પોતાની ભાગીદારી નોંધાવો તેમ તેમણે જણાવ્યું હતું.
અંતે મંત્રીએ વિકસિત ભારત સંકલ્પયાત્રા અંતર્ગત ઉભા કરેલ વિવિધ સ્ટોલની મુલાકાત
કરીને માહિતી મેળવી આવી હતી.
સૌ ઉપસ્થિત નાગરિકોએ આ પ્રસંગે યોજવામાં આવેલા આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ
મેળવ્યો હતો. જે અંતર્ગત નાગરિકોની ટી.બી.,ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા રોગો માટે
આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધીમાં ધોળકામાં 3854 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ,1074
લાભાર્થીઓને કિસાન સન્માન નિધિ, અને 473 લાભાર્થીઓને ઉજજ્વલા યોજના અંતર્ગત
વિવિધ લાભો વિતરણ કરવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર/
