
નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ. સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવારે) સવારે 10:30 વાગ્યે યુવાનોને એક શક્તિશાળી અને મહત્વપૂર્ણ નવું પ્લેટફોર્મ પૂરું પાડશે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા, ‘વિકસિત ભારત@2047: યુવાઓ કી આવાજ’ (વિકસિત ભારત 2047 યુવાનોનો અવાજ) લોન્ચ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમની આ વિગતો ભાજપ દ્વારા તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓની પ્રાથમિકતાઓ અને ધ્યેયો ઘડવામાં યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે. આ પ્લેટફોર્મ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ અવસર પર વડાપ્રધાન મોદી, વર્કશોપમાં યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને દેશભરના રાજભવનમાં આયોજિત સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
