અમદાવાદ,26 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આજે વધુ નવા 11 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે, ત્યારે તેની સામે તકેદારી પણ વધારાઈ રહી છે.અમદાવાદમાં કોરોનાની દહેશતને પગલે તકેદારી વધારાઈ, એએમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ, એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ
અમદાવાદમાં કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા છે. તેમાં 4 મહિલાઓ અને 7 પુરુષો સામેલ છે. 11માંથી 6 કોરોનાગ્રસ્ત ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પર નજર કરીએ તો દુબઈ, કેરળ, હૈદરાબાદ, યુએસ અને કેનેડા પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કુલ 33 એક્ટિવ કેસ છે. હાલ તમામ કોરોનાગ્રસ્તને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
