પુલવામા, નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિં.સ.) મંગળવારે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાં ત્રણ સ્થાનિક આતંકવાદીઓની, ધરપકડ કરી હતી. ત્રણેય પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે, આર્મી અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પુલવામાના પાંજુ અને ગામીરાજમાં સંયુક્ત સર્ચ ઓપરેશન, શરૂ કરવામાં આવ્યું હતું, એમ આર્મી અધિકારીએ જણાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ, ત્રણ સ્થાનિક આતંકવાદીઓને બે પિસ્તોલ અને અન્ય સાધનો સાથે પકડી પાડ્યા હતા. પોલીસનું કહેવું છે કે, ‘ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.’
હિન્દુસ્થાન સમાચાર/ બલવાન / મુકુંદ / માધવી
