


ગાંધીનગર, 10 જાન્યુઆરી (હિ.સ.): વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ”પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેક્ટ” નો મેયર હિતેશભાઈ મકવાણા એ શુભારંભ કર્યો હતો.
આ પ્રોજેકટ અંતર્ગત ડેલીગેટ્સ તથા શહેરીજનો પેડલ બાઈસીકલ અને ઇલેક્ટ્રીક બાઈસીકલનો માય બાઈક એપ્લિકેશન દ્વારા ઉપયોગ કરી શકશે. આ બાઈસીકલ 4 સ્થળ ( 1. દાંડી કુટિર, 2. લીલા હોટલ નજીક, 3. મહાત્મા મંદિરના ગેટ નં-5 પાસે, 4. એકઝીબિશન હોલના એન્ટ્રી ગેટ સામે (હેલિપેડની સામે) પરથી મળી શકશે. આ પ્રોજેકટથી વાતાવરણ સ્વચ્છ બનશે, ટ્રાફિક નિયંત્રણ થશે તેમજ લોકોને સ્વાસ્થ્યમાં પણ ફાયદો થશે.
આ બાઈસીકલના ઉપયોગ માટે પ્રથમ 15 મિનિટ માટે નિઃશુલ્ક તેમજ ત્યારબાદ નોમીનલ ચાર્જ લેવામાં આવશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન 3 દિવસ માટે નિઃશુલ્ક રહેશે.
આ કાર્યક્રમમાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમીટી ચેરમેન જશવંતભાઈ પટેલ, કમિશનર જે.એન.વાઘેલા, કાઉન્સિલરઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી
