જયપુર, નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા, ભજનલાલ શર્મા આજે (શુક્રવારે) બપોરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બે નાયબ મુખ્યમંત્રીઓ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાજધાની જયપુરના રામનિવાસ બાગ સ્થિત આલ્બર્ટ હોલ ખાતે બપોરે 12.15 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ભાગ લેશે. રાજ્યના એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમના સાક્ષી બનશે.
આ સમારોહમાં 16 કેન્દ્રીય મંત્રીઓ અને 17 મુખ્યમંત્રીઓ અને વિવિધ રાજ્યોના નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. કાર્યક્રમના સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ જન કલ્યાણ યોજનાઓના પોસ્ટરો અને બેનરો સાથે ભાજપના ઝંડા, હોર્ડિંગ્સ અને કાઉન્ટર્સ લગાવવામાં આવ્યા છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા, ટ્રાફિક, તબીબી સ્વચ્છતા વ્યવસ્થા અંગે સૂચનાઓ આપી છે.
સમારોહમાં કેન્દ્રીય મંત્રી શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, અશ્ચિની વૈષ્ણવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ સિંહ પુરી, અનુરાગ ઠાકુર, અર્જુનરામ મેઘવાલ, નિત્યાનંદ રાય, એસપી સિંહ બધેલ, મનસુખ માંડવિયા, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાય, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન પી. મંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને મણિપુરના મુખ્યમંત્રી કે એન બિરેન સિંહ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ચૌના મીન, દેવેન્દ્ર ફડણવીસ અને યાનથુનગો જોડાશે. રાજધાનીના મુખ્ય માર્ગો અને પ્રવેશ માર્ગોને શણગારવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/રોહિત/મુકુંદ / ડો. હિતેશ/માધવી
