જયપુર, નવી દિલ્હી,28 ડિસેમ્બર (હિં.સ.) રાજધાની જયપુર સહિત એરપોર્ટના અડધા ડઝનથી વધુ અધિકારીઓને, એરપોર્ટ અને પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઓફિસ કસ્ટમર કેર આઈડી પર ઈમેલ મળ્યા બાદ, જયપુર એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.
માહિતી મળતાં જ સીઆઇએસએફના અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. આ પછી, સ્થાનિક એરપોર્ટ પોલીસ સ્ટેશનની મદદથી, તેઓએ એરપોર્ટ અને ત્યાં ઉતરતી ફ્લાઈટ્સની તપાસ શરૂ કરી. પોલીસને અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ ઈમેલ કોણે મોકલ્યો હતો અને ક્યાંથી આવ્યો તેની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
હકીકતમાં, બુધવારે મોડી રાત્રે, રાજધાની જયપુર સહિત અડધા ડઝનથી વધુ એરપોર્ટ અધિકારીઓના કસ્ટમર કેર આઈડી પર એક ઈમેલ આવ્યો કે, જયપુર, દિલ્હી, લખનૌ, ચંડીગઢ, મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ પછી જયપુર એરપોર્ટ પર, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, જ્યારે સર્ચ દરમિયાન કંઈ ન મળ્યું, ત્યારે સીઆઇએસએફએ, જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી, પોલીસે કેસ નોંધ્યો છે અને ઈમેલ મોકલનારની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / દિનેશ / સંદીપ / દધીબલ / માધવી
