દેહરાદૂન, નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : સમાન નાગરિકતા (યુનિફોર્મ સિવિલ) કોડ બિલ (યુસીસી) બુધવારે, વિધાનસભાના વિસ્તૃત સત્રમાં પસાર કરવામાં આવશે. આ ઉપરાંત, ઉત્તરાખંડ રાજ્ય આંદોલનના ઓળખાયેલા આંદોલનકારીઓ અથવા તેમના આશ્રિતો માટે, સરકારી સેવામાં અનામત બિલ પણ પસાર કરવામાં આવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે, વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કર્યું હતું. બુધવારે ચર્ચા પૂરી થયા બાદ આ બિલ પસાર કરવામાં આવશે. જો કે વિપક્ષ આ બિલને, સિલેક્ટ કમિટીને સોંપવાની માંગ કરી રહ્યો છે. આ માટે વિપક્ષના નેતા યશપાલ આર્યએ, ધારાસભ્યોના હસ્તલિખિત પત્રો વિધાનસભા અધ્યક્ષને સોંપ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે ગૃહમાં આ અંગે, પોતાનું નિવેદન આપી શકે છે. આજનો દિવસ ઉત્તરાખંડ માટે ઐતિહાસિક દિવસ હશે. આંદોલનકારી અનામત બિલ પર પણ ચર્ચા થશે અને પછી તેને પસાર કરવામાં આવશે.
192 પાનાનું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, મુખ્યત્વે મહિલાઓના અધિકારોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બિલ ચાર વિભાગોમાં વહેંચાયેલું છે: લગ્ન અને છૂટાછેડા, ઉત્તરાધિકાર, સહવાસી સંબધ-( લિવ-ઇન રિલેશનશિપ) અને વિવિધ. બિલમાં 392 વિભાગો છે. જેમાંથી એકલા ઉત્તરાધિકાર સંબંધિત વિભાગોની સંખ્યા 328 બિલ છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી આજે અમે 2022ની વિધાનસભા ચૂંટણીમાં, રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાવવા માટે રાજ્યના લોકો સમક્ષ, જે સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેને અમે પૂર્ણ કરી રહ્યા છીએ. અમારી સરકારે સમાજના તમામ વર્ગોને સંપૂર્ણ જવાબદારી સાથે લઈને, વિધાનસભામાં સમાન નાગરિકતા (યુનિફોર્મ સિવિલ) કોડ બિલ રજૂ કર્યું છે. દેવભૂમિ માટે તે ઐતિહાસિક ક્ષણ નજીક છે. જ્યારે ઉત્તરાખંડ, વડાપ્રધાન મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનો મજબૂત આધારસ્તંભ બનશે.”
