જયપુર, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) સુપ્રીમ કોર્ટે, દેશભરની ગૌણ અદાલતોના સેવા આપતા અને નિવૃત્ત ન્યાયિક અધિકારીઓને એસએનજેપીસીની ભલામણો અનુસાર, પગાર સહિત વિવિધ ભથ્થાં અને પેન્શન લાભોના અસરકારક અમલીકરણ માટે, બે ન્યાયાધીશોની એક સમિતિ રચવાનો નિર્દેશ આપ્યો છે. આ કમિટીમાં હાઈકોર્ટના સૌથી સિનિયર જજ અને જ્યુડિશિયલ ઓફિસર સર્વિસમાંથી હાઈકોર્ટના જજ બનેલા વ્યક્તિને સામેલ કરવા જણાવાયું છે. આ સિવાય હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, પ્રિન્સિપાલ લો સેક્રેટરી અને એક નિવૃત્ત જજને નોડલ ઓફિસર તરીકે કમિટીમાં સામેલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા જજ એસોસિએશનની અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ભલામણોના અમલીકરણ અંગે 7 એપ્રિલે કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશભરની ગૌણ અદાલતોના સેવા આપતા, નિવૃત્ત અને પેન્શનર ન્યાયિક અધિકારીઓને લાભ મળશે. નોંધનીય છે કે, ન્યાયિક અધિકારીઓના પગાર અને ભથ્થાને લઈને ઓલ ઈન્ડિયા જજ એસોસિએશનની આ અરજી 2015થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે માર્ચ 2023 માં ન્યાયિક અધિકારીઓના સુધારણા પગાર ધોરણ અંગે માર્ગદર્શિકા આપી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી, રાજ્યના લગભગ 1500 સેવા આપતા ન્યાયિક અધિકારીઓ અને લગભગ 500, નિવૃત્ત અને ફેમિલી પેન્શનરોને ફાયદો થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરીક / સંદીપ / ડો. હિતેશ /માધવી
