નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી : બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડનું લોકપ્રિય કપલ છે. વર્ષ 2016માં બિપાશા અને કરણે લગ્ન કરીને, સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. લગ્નના 6 વર્ષ પછી તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો. ચાલીસ વર્ષની ઉંમરે બિપાશાએ દીકરી દેવીને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મ પછી ખબર પડી કે બિપાશાની દીકરીના હૃદયમાં બે છિદ્ર છે. આ પછી તેણે હાર્ટ સર્જરી પણ કરાવી. કરણ સિંહ ગ્રોવરે આ વિશે પહેલીવાર વાત કરી છે.
બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર, આ દિવસોમાં પોતાની ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેના કામની પ્રશંસા પણ થઈ રહી છે પરંતુ, કરણ માટે ફાઈટરનું શૂટિંગ કરવું સરળ નહોતું. ફાઈટર ફિલ્મના શૂટિંગ દરમિયાન, તેમને ખબર પડી કે તેમની દીકરીના હૃદયમાં છિદ્ર છે અને તેની સર્જરી કરવી પડશે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણે આ મુશ્કેલ સમય પર ટિપ્પણી કરી. તેણે કહ્યું, શરૂઆતમાં હું કામ કરવા માંગતો ન હતો કારણ કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તેનાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ હતું. હું તે પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરી શક્યો ન હતો. બિપાશાએ મને તે પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી.
કરણે કહ્યું, મેં વિચાર્યું કે આમાંથી પસાર થવું સહેલું છે. મને યાદ છે કે, જ્યારે ડોકટરો દેવીને સર્જરી માટે લઈ જતા હતા. હું તેને છોડવા માંગતો ન હતો, પરંતુ મારી પત્ની બિપાશા સિંહણ છે. તે ખૂબ જ મજબૂત છે પરંતુ જ્યારે તે માતા બની ત્યારથી પછી તે મને દેવી જેવી લાગવા લાગી.”
બિપાશાએ 2022માં દેવીને જન્મ આપ્યો હતો, પરંતુ બિપાશા અને કરણને જેવી ખબર પડી કે, તેમની દીકરીના હૃદયમાં કાણું છે, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એક ઈન્ટરવ્યુમાં બિપાશાએ, પોતાની દીકરીની સર્જરી વિશે ખુલાસો કર્યો હતો. બિપાશા અને કરણ અવારનવાર તેમની પુત્રી સાથે તસવીરો શેર કરતા હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / પવન / માધવી
