બારામુલા, નવી દિલ્હી, 26 એપ્રિલ બારામુલા જિલ્લાના, સોપોરના નૌપોરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે શરૂ થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણમાં, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. અથડામણ હજુ ચાલુ છે. માનવામાં આવે છે કે, સુરક્ષા દળોના ચક્કરમાં હજુ પણ ઘણા આતંકીઓ ફસાયા છે.
સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને ગુરુવારે સાંજે જિલ્લાના નૌપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ અથડામણ શરુ થઇ હતી.
ગુરુવારે રાત્રે અંધારું થવાને કારણે અથડામણ બંધ થઈ ગઈ હતી. શુક્રવારની સવાર પડતાં જ ફરી એકવાર બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે બે જવાન ઘાયલ પણ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોના ચક્કરમાં હજુ વધુ આતંકીઓ ફસાયેલા છે.
