
જયપુર, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક, આજે (મંગળવારે) સાંજે 4 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે. ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની નોંધણી બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.
ભાજપના પ્રદેશ મહાસચિવ અને ધારાસભ્ય ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભ્ય દળની બેઠકમાં ફરજીયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા દ્વારા નિયુક્ત નિરીક્ષકો, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સહ-નિરીક્ષક ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સરોજ પાંડે અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ બેઠકમાં હાજર રહેશે. વિધાયક દળની બેઠક પહેલા ધારાસભ્યો સાથે અલગથી વાતચીત થઈ શકે છે. વિધાયક દળના નેતાની પસંદગી કર્યા બાદ તેઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/ઈશ્વર/મુકુંદ / માધવી
