ભિલોડા, 26 એપ્રિલ. લોકશાહીના પર્વને મતદારો સારી રીતે મનાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને અનુકૂળ રહે એ રીતની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં 85 વર્ષ ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગો મતદારો ઘરે બેઠા પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચની ટીમ ઘરે ઘરે ફરીને મતદાન કરાવે છે. 85 વર્ષથી વધુ ઉંમરના જે મતદારોએ 12 D ભર્યું હોય તે આ મતદાન કરી શકતા હોય છે.ઘરે જ મત કુટિર બનાવી બેલેટ ઇશ્યુ કરીને લોકશાહી પદ્ધતિથી ન્યાયિક રીતે મતદાન કરાવ્યું હતું.
