ચંદીગઢ, નવી દિલ્હી, 11 ઓક્ટોબર : જમ્મુ અને કાશ્મીર પોલીસે પંજાબ પોલીસની મદદથી લુધિયાણાના મુલ્લાંપૂર દાખામાં ડ્રગ સ્મગલર અમનના ઘરે દરોડા પાડીને લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ, ત્રણ ડઝનથી વધુ વાહનોની નકલી નંબર પ્લેટ અને એક રિવોલ્વર જપ્ત કરી છે. આ રકમ પલંગમાં ગાદલા નીચે રાખવામાં આવી હતી. પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે બુધવારે એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી.
પોલીસ મહાનિર્દેશક યાદવે કહ્યું છે કે, જમ્મુ પોલીસે થોડા દિવસો પહેલા 30 કિલો હેરોઈન સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની માહિતીના આધારે આ માહિતી જાહેર કરી હતી. ઝડપાયેલી તમામ નંબર પ્લેટ અલગ-અલગ રાજ્યોની છે. દરોડામાં રૂ. 4.94 કરોડના ડ્રગ મની, વાહનોની 38 નકલી નંબર પ્લેટ અને એક રિવોલ્વર મળી આવી હતી. અમન મુલ્લાંપૂર ની દશમેશ કોલોનીનો રહેવાસી છે. તેના પિતા ભાગેડુ છે. પોલીસે મોડી રાત્રે અમનની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દરોડામાં પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે.
