જયપુર, નવી દિલ્હી, 21 માર્ચ રાજસ્થાનની રાજધાની જયપુરના વિશ્વકર્મા પોલીસ સ્ટેશન વિસ્તારના, જેસલ્યા ગામમાં બુધવારે મોડી રાત્રે એક મકાનમાં આગ લાગી હતી. આગમાં એક જ પરિવારના પાંચ સભ્યોના જીવ ગયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો અને માતા-પિતાનો સમાવેશ થાય છે. આ લોકો બિહારના મધુબનીના રહેવાસી હતા. આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે, અકસ્માતની પુષ્ટિ કરી છે.
ઘટનાની જાણ થતા, ફાયર વિભાગના જવાનોએ આવી પહોંચી આગને કાબુમાં લીધા બાદ મૃતદેહોને, બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને સવાઈ માનસિંહ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર,” આ અકસ્માત વિશ્વકર્મા પોલીસ સ્ટેશન હેઠળના, જેસલ્યા ગામમાં થયો હતો. એફએસએલ ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.” કેસની તપાસ ચાલી રહી છે.
શોક વ્યક્ત કરતાં મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ ‘એક્સ’ પર લખ્યું – જયપુરમાં વિશ્વકર્મા ખાતે ભીષણ આગને કારણે, પાંચ નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. સર્વોચ્ચ ભગવાન સર્વશક્તિમાન દિવંગત આત્માઓને શાંતિ આપે. અને તેમના પરિવારજનો, હું આ વજ્રપાત સહન કરવાની શક્તિ અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
