નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહ માટેના રિહર્સલને કારણે, રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષકોના ઔપચારિક પરિવર્તન સમારોહ (ચેન્જ ઓફ ગાર્ડ) 13 થી 27 જાન્યુઆરીની વચ્ચે થશે નહીં. રાષ્ટ્રપતિ ભવને આજે અહીં આ માહિતી આપી હતી.
આ વિધિ એક સૈન્ય પરંપરા છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડને સમયાંતરે બદલવામાં આવે છે.
રાયસીના હિલ્સ પર સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં, દર શનિવારે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને કારણે 13, 20 અને 27 જાન્યુઆરીએ, કોઈ ચેન્જ ઓફ ગાર્ડ સમારંભ થશે નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / માધવી
