બોટાદ,09 જાન્યુઆરી (હિ.સ.) રાણપુર PGVCL ના નાયબ ઇજનેર પ્રવીણ દુલેરા,જુનિયર નાયબ ઈજનેર ભરતસિંહ પરમારે વિદ્યાર્થીઓને પતંગ ચગાવતી વખતે સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યુ….
બોટાદ જીલ્લાના રાણપુરમાં કનારા ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શાળાના કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા આગામી તહેવાર ઉત્તરાયણ નિમિત્તે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ ઇજનેર પ્રવીણભાઈ દુલેરા તેમજ જુનિયર નાયબ ઈજનેર ભરતસિંહ પરમાર દ્વારા બાળકોને ઉતરાયણ દરમિયાન કેવા પ્રકારની કાળજી રાખવી એનું વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું ઉત્તરાયણ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પી.જી.વી.સી.એલ.ની ભૂમિકા પણ સ્પષ્ટ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ મિત્રો ડૉ. ડી.ડી.પરમાર, ડી.એસ. પરમાર, જી.જી.પરમાર, એન.બી. મારવાડી, એમ.જી.સંઘરીયાત, એ.એલ. બારૈયા, ડી.એચ.આખજા સહભાગી થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ
