શ્રીનગર, નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.) સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ) એ, બુધવારે આતંકવાદી ફંડિંગ કેસમાં દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે,” દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને કુલગામ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.” સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના સહયોગથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી એસઆઈએ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલુ હતી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / મુકુંદ / ડો હિતેશ / માધવી
