– 3858 લોકો સહભાગી થયા, 1616 લોકોએ આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો
– બે કાર્યક્રમો અંતર્ગત 1050 લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, 477 લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના,226 લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, 754 લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો એનાયત કરાયા
– ખેલો ઈન્ડિયા અંતર્ગત 237 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં
અમદાવાદ,13 ડિસેમ્બર (હિ.સ.) ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડિયા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમો યોજાયા હતા.
ખાડિયામાં દાણાપીઠ ઓફીસ ખાતે સવારે અને સ્પોર્ટ્સ સંકુલ, ખાડીયા ખાતે બપોર બાદ
કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં
આવ્યું હતું.
બંને કાર્યક્રમોમાં અંદાજિત 3858 જેટલા લોકો સહભાગી થયા હતા તથા 1616 લોકોએ
કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. જેમાં
લાભાર્થીઓની ટી.બી., હાયપટેન્શન, ડાયાબિટીસ જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી.
બે કાર્યક્રમો અંતર્ગત 1050 લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, 477 લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, 226 લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, 754 લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો એનાયત કરાયા હતા. ખેલો ઈન્ડિયા અંતર્ગત 237 રજીસ્ટ્રેશન
કરવામાં આવ્યાં હતાં.
મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના
અનુભવો વર્ણવ્યાં હતા. સૌ ઉપસ્થિતોને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર/
