નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિં.સ.) કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે,” દેશ આતંકવાદ સામે એકજૂટ છે.” ખડગેએ બુધવારે સંસદ ભવન સંકુલ પર 2001ના હુમલાના શહીદોને, શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ટ્વિટર પર લખ્યું –“ અમે તેમના અદમ્ય સાહસને સલામ કરીએ છીએ અને હંમેશા તેમના ઋણી રહીશું. અમારા વિચારો તેમના પરિવાર સાથે છે. ભારત આતંકવાદ સામે, મજબૂત રીતે એકજૂટ છે.”
કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે,” આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ, સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. લોકશાહીના મંદિરની રક્ષા કરતા, પોતાના જીવનનું બલિદાન આપનાર આ શહીદોનો દેશ હંમેશા ઋણી રહેશે.” નોંધનીય છે કે 13 ડિસેમ્બર 2001ના રોજ, સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં, સંસદભવનના ગાર્ડ અને દિલ્હી પોલીસના જવાનો સહિત કુલ 9 લોકો શહીદ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / મુકુંદ / માધવી
