પટણા, નવી દિલ્હી, 8 ઓગસ્ટ (હિ.સ.). મિથિલાની પવિત્ર ભૂમિ, માતા સીતાના જન્મસ્થળ, સીતામઢીના પુનૌરા ધામમાં આજે (8 ઓગસ્ટ) ભવ્ય જાનકી મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત દેશભરના સંતો અને મહાત્માઓ, મહાનુભાવો અને ભક્તો હાજર રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી શેર કરતા લખ્યું, ‘શુક્રવારનો દિવસ સમગ્ર દેશ અને ખાસ કરીને મિથિલા માટે ખૂબ જ ભાગ્ય અને ખુશીનો દિવસ બનવાનો છે, જ્યારે બિહારના સીતામઢીમાં માતા સીતાના જન્મસ્થળમાં પવિત્ર પુનૌરા ધામ મંદિર અને સંકુલના સર્વાંગી વિકાસ માટેની વિશાળ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે.’ તે જ દિવસે શાહ, સીતામઢી-દિલ્હી અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે.
મિથિલામાં એટલે કે સીતામઢીથી નેપાળના જનકપુર સુધી ઉજવણી અને ઉલ્લાસની લહેર ફેલાઈ ગઈ છે. કોલકાતાના કુશળ કારીગરો દ્વારા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઘરોના આંગણામાં રંગોળીઓ શણગારવામાં આવી છે અને શેરીઓમાં ભજન અને કીર્તનના મધુર અવાજો ગુંજી રહ્યા છે. અયોધ્યા, કાશી, જનકપુર અને દક્ષિણ ભારતથી સંતો અહીં આવ્યા છે. શિલાન્યાસ સ્થળ પર ફક્ત સાધુઓ અને સંતોને પ્રવેશ આપવામાં આવશે, જ્યારે સામાન્ય ભક્તો દૂરથી આ પવિત્ર દ્રશ્ય જોશે. મહેમાનો માટે બે વિશાળ જર્મન હેંગર સ્થાપિત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
