
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ. સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આયોજિત ‘વીર બાલ દિવસ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10:30 કલાકે શરૂ થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, યુવાનોની માર્ચ પાસ્ટને પણ ફ્લેગ ઓફ કરશે. પીઆઈબીના જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે.
પીઆઇબી ના રીલીઝ મુજબ, વીર બાલ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં, ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના અવસર પર, પ્રધાનમંત્રી એ દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
