નવી દિલ્હી, 17 માર્ચ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો અટકી રહી નથી. ઈડી એ તેમને નવેસરથી સમન્સ મોકલીને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે.
શનિવારે જ અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી છે. જે બાદ રવિવારે કેજરીવાલને નવું સમન્સ મોકલવામાં આવ્યું છે. કેજરીવાલને 21મી માર્ચે ગુરુવારે ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડી તરફથી આ 9મું સમન્સ છે.
તે જ સમયે, આમ આદમી પાર્ટી રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. પાર્ટીનો આરોપ છે કે, લોકસભા ચૂંટણી પહેલા ઈડી એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવો કેસ ખોલ્યો છે. પાર્ટીનો દાવો છે કે, ઈડીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે.
